Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમદાવાદના મનપા દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકીંગ ;ત્રણ ટીમ બનાવી કાર્યવાહી :સેમ્પલ લઈને લેબમાં મોકલાયા

 

અમદાવાદ :દીવાળી પર્વે બજારમાં અવનવી મીઠાઇનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે ચેકીંગ હાથ ધર્યુ. રીટેઇલ દુકાનો સાથે મેન્યુફેક્ચરીંગ યુનીટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

 આરોગ્ય વિભાગે ત્રણ ટીમ બનાવી શહેરના કોટ વિસ્તાર, ઉત્તરઝોન અને દક્ષિણઝોનમાં દરોડા પાડ્યા હતા.અન્ય એકમ સાથે કોટ વિસ્તારમાં આવેલા જય હિન્દ ભોગીલાલ મૂળચંદના ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મીઠાઇના સેમ્પલ લઇ તેને લેબ પરિક્ષણમાં મોકલી આપવામાં આવ્યા છે.

(10:22 pm IST)