Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઇડર: દીપડાના આવવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો: વનતંત્ર થયું સજાગ

ઇડર:ના ઓડાની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટા- ફેરા વધી જતાં લોકોમાં ભય પ્રસર્યો છે. આ દીપડાએ મંગળવારે રાત્રે ગામની ભાગોળ સુધી ઘસી આવી કુતરાનું મારણ કર્યાના સમાચાર વહેતા થતાં જ સતર્ક થયેલ વનતંત્રે પાંજરૃ ગોઠવી દીપડાને પાંજરે પુરવા કવાયત આરંભી છે.

ઇડર વિસ્તારની ગીરી માળાઓમાં દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાના અસંખ્યવાર પુરાવા મળી ચુક્યા છે. અંધકાર ઢળતાં જ ઘણીવાર આ પ્રાણી ખોરાકની શોધમાં માનવ વસ્તી વાળા વિસ્તાર સુધી આવી પહોંચતા હોય છે.

તાલુકાના ઓડા ગામની સીમમાં પણ ખોરાકની શોધમાં ગામ સુધી ઘસી આવેલ દીપડો કનકસિંહ નામના ફોટો-ગ્રાફરના ઘર આગળથી કુતરાનું મારણ કરી પરત ડુંગર તરફ ફરાર થઈ જતાં લોકોમાં ભય પ્રસર્યો છે.

(4:58 pm IST)