Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હું વાસણભાઇ આહીર બોલું છું ચેતજો આવા ફોનથી

ગુજરાતના આ પ્રધાન નામે કેટલાય લોકો પાસેથી પૈસા પડાવ્યા એક ઠગે, ઘાટકોપરના નેતા પ્રવીણ છેડાના દોઢ લાખ રૂપિયા નસીબ જોગે બચી ગયા

ગુજરાતના સામાજિક કલ્યાણ ખાતાના સ્ટેટ લેવલના મિનિસ્ટરના નામે મારા બનેવીનો એકસિડન્ટ થયો છે અને ઇમર્જન્સીમાં હોસ્પિટલમાં રૂપિયા ભરવાના છે એવો ફોન કરીને BMC ના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા પ્રવીણ છેડા પાસે દોઢ લાખ રૂપિયાની એક વ્યકિતએ માગણી કરી હતી. જોકે બેન્કમાં પૈસા ભરાય એ પહેલાં જ એક મિત્રે ગુજરાતના મિનિસ્ટરના નામે બોગસ ફોનથી સાવચેત કરવા માટે કરેલા ફોનના કારણે પ્રવીણ છેડાના દોઢ લાખ રૂપિયા બચી ગયા હતા. અત્યાર સુધીમાં આ મિનિસ્ટરના નામે ફોન કરનાર બદમાશ વ્યકિત અનેક રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે છેતરપિંડી કરી ચૂકી છે.

ગઇકાલે બપોરે ૧૨.૪૫ વાગ્યે પ્રવીણ છેડા તેમની ઘાટકોપરની ઓફીસમાં બેઠા હતાએ સમયે તેમના પર ગુજરાતનો મિનિસ્ટર વાસણભાઇ આહીર બોલું છું એમ કહીને એક વ્યકિતએ ૯૮૯૨૦૭૫૯૪૫ નંબર પરથી ફોન કર્યો હતો. આ વ્યકિતએ કચ્છીમાં પ્રવીણ  છેડાને કહ્યું હતું કે '' હું ગુજરાતનો મંત્રી વાસણભાઇ આહીર બોલું છું મારી બહેન ભાવના અનેતેના પતિ માલદેવભાઇ તથા અન્ય એક જણનો કલકતામાં એકસિડન્ટ થયો છે. તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડ્મિટ કરવાના છે. હું પણ અમદાવાદથી નીકળીને મુંબઇ પહોંચી રહ્યો છેંુ. મને બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં બનેવીને એડ્મિટ કરવા તમારી મદદની જરૂર છે.''

પ્રવીણ છેડાના વાસણભાઇ આહીર સાથે વર્ષો નૂના સંબધ  હોવાથી  પ્રવીણભાઇએ વાસણભાઇને તરત જ હા પાડી દીધી હતી. ત્યાર બાદ ફરીથી પ્રવીણભાઇ પર ફોન આવ્યો હતો કે હું હોસ્પીટલમાં પહોંચુ એ પહેલાં હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયા અર્જન્ટ ભરવાના છે તો તમે ડો. બકુલભાઇ વસંતભાઇ ચોૈધરીના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ-નંબર ૧૦૬૯૨૩૬૪૭૨૬ (IFCકોડ ૦૦૦૦૫૩૦, માંગરોલ બ્રાન્ચ સુરત) મા ંદોઢ લાખ રૂપિયા ભરાવી દો. પ્રવીણભાઇએ તરત જ તેમના માણસને બેન્કમાં દોઢ લાખ રૂપિયા જમા કરવા મોકલી દીધો હતો. જોકે બેન્કે એકસાથે દોઢ લાખ રૂપિયા કેશ ડિપોઝીટ કરવાનો ઇન્કાર કર્યો હતો.

આ બાબતની માહિતી આપતાં પ્રવિણ છેડાએ કહ્યું હતું કે '' મારા માણસને બેન્કે દોઢ લાખરૂપિયા રેશમાં ડિપોઝીટ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાંજ મારા મિત્ર અને ઘાટકોપ (વેસ્ટ) ના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિ પુજનો મારા પર ફોન આવ્યો હતો. તેણે મને પુછયું કે મને વાસણભાઇ આહીરનો ફોન આવ્યો હતો? મેં કહ્યું કે હા મેં તેમને ફોન પર તયેલી વાતચીત કહી સંભળાવી હતી. તરતજ રવિભાઇએ મને કહ્યું કે એ બદમાશ વ્યકિતનો ફોન હતો. નહીં કે વાસણભાઇ આહીરનો, તમે તરત જ માણસને પાછો બોલાવી લો. રવિભાઇના આવેલા ફોનથી મારા દોઢ લાખ રૂપિયા બચી ગયા હતા''

ત્યારપછી રવિભાઇએ મને કહ્યું હતું કે આ વ્યકિત અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર અને ઓડિશાના અનેક લોકો સાથે વાસણભાઇના નામે પૈસા પડાવી ચૂકી છે. એમ જણાવીને પ્રવીણ છેડાએ કહ્યું હતું કે '' મારા પહેલાં ઘાટકોપરના અનેક મોટા કાર્યકરો અને રાજનેતાઓ પર આ વ્યકિતના ફોન આવી ચૂકયા છે. એમા ંરવિભાઇએતો ૮૦,૦૦૦/ રૂપિયા ગુમાવ્યા પણ હતા.''

ગઇ કાલે જ ઓૈરંગાબાદમાં પણ આ  વ્યકિતએ વાસણભાઇના નામે ફોન કરીને છેતરપિડી કરી હતી એમ જણાવીને પ્રવીણ છેડાએ કહ્યું હતું કે '' આખા બનાવની વાસણભાઇ સાથે ફોન પર વાતચીત કરતાં તેમણે મને કહ્યું હતું કે આ પહેલો બનાવ નથી. થોડા દિવસથી મારા નામે કોઇ વ્યકિત લોકોની પાસેથી પૈસા પડાવી રહી છે. મારા બહેન અને  બનેવી સુખરૂપ છે. તેમનો કોઇ એકિસડન્ટ થયો નથી. મે પણ આ વ્યકિત સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી છે.''

પ્રવીણ છેડાએ અજાણી વ્યકિત વિરૂધ્ધ ઘાટકોપર પોલીસ અને મુંબઇના પોલિસ કમિશ્નરને ફરીયાદ કરી હતી.

(11:41 am IST)