Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખની યોજાશે ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

ભાજપ વતી ઈલાબેન ચૌહાણ અને કોંગ્રેસ તરફથી નીલાબેન ઉપાધ્યાયએ ફોર્મ ભર્યા

 

વડોદરા જિલ્લા પંચાયતની પ્રમુખની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટેના બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બીજેપી તરફથી ઈલાબેન ચૌહાણ અને કોંગ્રેસ તરફથી નીલાબેન ઉપાધ્યાયએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા

 . હાલ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે 6 સભ્યો છે.જ્યારે ભાજપા અને બળવાખોરોનો સંખ્યા 30 છે. કોંગ્રેસે બહુમતી સાથે સત્તા હસલા કરી હતી. જે બાદ ગત મહિને કોંગ્રેસ વિરુદ્ધ તેમનાજ સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી હતી

(11:22 pm IST)