Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગાંધીનગરમાં મુખ્ય માર્ગ પર અંધારપટ છવાયો:સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર: શહેરમાં આવેલાં મુખ્યમાર્ગો તેમજ આંતરિક માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટનું સંચાલન કરતી કંપની દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોય તેમ અવાર નવાર સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જવાની સમસ્યા સર્જાય છે. ત્યારે મોટાભાગના વિસ્તારોમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે સ્થાનિકોને પણ હેરાન પરેશાન થવું પડે છે

ઘણા મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર બંધ સ્ટ્રીટ લાઇટોના કારણે અંધારપટ્ટ છવાયેલો રહે છે. જેના કારણે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિકોને પસાર થવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો વરસાદી માહોલ હોવાથી ઝેરીજીવજંતુ કરડવાના ભય હેઠળ લોકો માર્ગ ઉપરથી પસાર થાય છે. આમ છાસવારે સ્ટ્રીટલાઇટો બંધ થવાની સમસ્યા સર્જાવા છતાં કંપની દ્વારા કાયમી નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી નહીં કરતાં પરિસ્થિતિ ઉભી થઇ હોય તેવું નજરે પડી રહ્યું છે. ત્યારે અડધા શહેરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:38 pm IST)