Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વડોદરા: મામા પાસેથી ઉછીના રૂપિયા પરત ચૂકવવા ભાણેજે આપેલ 9.50 લાખનો ચેક રિટર્ન થયો: ભાણેજ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

વડોદરા: શહેરમાં મામા પાસેથી લીધેલા હાથ ઊછીના રૂપિયા પરત ચૂકવવા  માટે ભાણેજે આપેલો .૫૦ લાખ રૂપિયાનો ચેક રિટર્ન થયો હતો. જે અંગે મામાએ ભાણેજ વિરૂધ્ધ સિટિ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે પાણીગેટ ભદ્ર કચેરી સામે શ્યામવાલા કોમ્પલેક્ષમાં રહેતા ફારૂ અબ્દુલ રહેમાન સોદાગરની મંગળબજાર મુન્શીના ખાંચામાં બે દુકાન છે. જે બંને દુકાનો ભાડે આપી છે. પાણીગેટ શેખ ફરીદ મહોલ્લામાં રહેતો તેમનો  ભાણેજ મહેબૂબ અબ્દુલ કરીમ સોદાગર પણ મંગળબજારમાં ધંધો કરે છે. વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૧૫ દરમિયાન મહેબૂબ સોદાગરે મામા ઉમટ રૂ પાસેથી ટૂકડે ટૂકડે .૫૦ લાખ રૂપિયા લીધા હતા. અને પોતાની પત્નીના નામના ફલેટનો દસ્તાવેજ પણ મામાને આપ્યો હતો. મામાએ રૂપિયાની ઉઘરાણી કરતા ભામેજ મહેબૂબે .૫૦ લાખ રૂપિયાના ચેક આપ્યા હતા જે  પૈકી એક ચેક અપૂરતા બેલેન્સના કારણે રિટર્ન થયો હતો.

(5:36 pm IST)