Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના પ્રચાર માટે રેલી : ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા

ભાજપની રેલીમાં જ કાર્યકર્તાઓએ હેલમેટ વગર નીકળ્યા:પોલીસ મુક પ્રેક્ષક બની

અમદાવાદ : અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના પ્રચાર માટે રેલી યોજાઈ હતી. જો કે આ રેલીમાં ટ્રાફિક નિયમોને અવગણવામાં આવ્યા હતા. સરકાર કાયદાના અમલીકરણની વાત કરી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકર્તાઓએ કાયદાને લીરેલીરા ઉડાવ્યા હતા. ભાજપની રેલીમાં જ કાર્યકર્તાઓએ હેલમેટ વગર નીકળ્યા હતા. ત્યારે પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતા રહ્યાં હતા.

(1:44 pm IST)