Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરત:ગરબા આયોજકો સામે પોલીસની લાલઆંખ : પાણીની બોટલમાં ઉઘાડી લૂંટની ફરિયાદ બાદ પરિપત્ર બહાર પાડ્યો

પાણીની બોટલના બમણા ભાવ વસુલવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે

સુરત પોલીસે ગરબા આયોજકો સામે લાલ આંખ કરી છે. પાણીની બોટલનું ગરબામાં બ્લેક માર્કેટિંગની ફરિયાદ બાદ પોલીસે પગલાં ભરતા પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસે સખ્ત શબ્દોમાં ગરબા આયોજકોને કહી દીધું છે કે જો પાણીની બોટલના બમણા ભાવ વસુલવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગરબામાં ખેલૈયાઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હતી. 20 રૂપિયાની પાણીની બોટલના ખેલૈયાઓ પાસેથી 50 રુપિયા વસુલવામાં આવતા હતા જેના લીધે લોકોએ ગરબા આયોજકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને પરિપત્ર પાઠવી ગરબા આયોજકોને યોગ્ય નફા તરીકે પાણીની બોટલ નું વેચાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

(1:41 pm IST)