Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે બાથવેર રેન્જમાં વિસ્તરણ કર્યું

અમદાવાદઃ બાથવેર સેગમેન્ટમાં પોતાની હાજરી મજબૂત બનાવતાં ભારતની અગ્રણી ટાઇલ્સ અને હોમ ડેકોર બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ ફોસેટસ શાવર્સ અને બાથ એસેસરીઝ ક્ષેત્રે પ્રવેશી રહી છે. કંપની હવે તેની વિશાળ ક્રિસ્ટ્રીબ્યુશન ચેનલ અને બ્રાન્ડ ઇકિવટીનો ઉપયોગ કરીને સંપૂર્ણ બાથરૂમ સોલ્યુશન્સ પૂરા પાડશે. એજીએલ ડિસેમ્બર ર૦૧૯ સુધીમાં લગભગ ૧ર-૧પ સીરીઝ સાથે તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરશે અને આગામી સમયમાં પ્રિમિયમ રેન્જ લોન્ચ કરવા સહિત ક્રમિક પણે તેનું વિસ્તરણ કરશે કંપનીએ તાજેતરમાં જ સેનિટરીવેર ક્ષેત્રે રૂ. ૮ થી ૧૦ કરોડનું રોકાણ કર્યું છે. અને હાસેટસ તથા શાવર્સ ક્ષેત્રે વિસ્તરણ માટે રૂ. ૬ થી ૮ કરોડનું વધારાનું રોકાણ કરી રહી છે.

કંપની એજીએલ બાથવેરને આગામી ચાર-પાંચ વર્ષમાં રૂ. ૧પ૦ થી ર૦૦ કરોડની બ્રાન્ડ બનાવવાની નેમ ધરાવે છે. આ પ્રસંગે વિસ્તારથી જણાવતા એજીએલ બાથવેરના પ્રોફિટ ઙ્ગસેન્ટર હેડસ શ્રી શૌનક પટેલ અને શ્રી પંકજ પટેલે જણાવ્યું હતું કે ''ફોસેટ્સ, શાવર્સ અને બાથ એસેસરીઝમાં વિસ્તરણ એ બ્રાન્ડ એજીએલ હેઠળ વિશાળ રેન્જમાં ટાઇલ્સ, કવાર્ટઝ ઉપરાંત સંપૂર્ણ બાથરૂમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે તાજેતરમાં લોન્ચ કરાયેલી અમારી સેનિટરીવેર રેન્જને સંપૂર્ણ બનાવશે. કંપની મીડ અને મીડ-પ્રિમિયમ સેગમેન્ટમાં ફોસેટસ રેન્જ લોન્ચ કરી રહી છે.

(1:05 pm IST)