Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી : સાતુનના ગ્રામજનો દ્વારા ઢોલ વગાડી ચૂંટણીનો બહિષ્કાર કરાયો

રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મામલે સાતુન ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઢોલ વગાડી ગ્રામજનોને એકઠાં કરવામાં આવ્યા હતા, અને ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી હતી.

રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલા વિકાસના કામ પછી ચૂંટણી તેવી ગ્રામજનોએ માગ કરી હતી

   રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી દરમ્યાન 19માંથી 6 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. ભાજપના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રઘુ દેસાઈ અને એનસીપીના ફરસુ ગોકલાણીનું ફોર્મ માન્ય થયુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ભાજપના અલ્પેશ ઠાકોરની ઉમેદવારી રદ્દ કરવા એસડીએમને અરજી આપી છે. અલ્પેશ ઠાકોર પર પક્ષાંતર ધારાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હોવાની રજૂઆત રઘુ દેસાઈએ કરી છે.

(12:34 pm IST)