Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

નર્મદા ડેમ ભરાયોઃ સંગ્રહ ક્ષમતાનું ચાર ગણુ પાણી સ્ટોર કરવાની સુવર્ણ તક ગુજરાતે ગુમાવી

૩૦,૦૦૦ MCM કરતાં પણ વધુ પાણી દરીયામાં વહી ગયું: ભવિષ્યની માંગ અને પુરવઠાને ધ્યાને લઇ સરકારે વોટર મેનેજમેન્ટ પોલીસી તૈયાર કરવી જોઇએ

નવી દિલ્હી, તા.૩: ઓણ સાલ સર્વત્ર સારો વરસાદ થયો છે. માંગ્યા મેહ વરસતા ચારે કોર લીલાલ્હેર છે. સારા વરસાદને કારણે ડેમો, તળાવો, નાળાઓ ભરાઇ ગયા છે. ગુજરાતના જીવાદોરી સમા નર્મદા ડેમ પણ ભરાઇ ગયો છે. એક કે બે વર્ષની પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે.

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાઈ જતાં ગુજરાત સરકાર પાસે ઉજવણી કરવાનું કારણ છે. જો કે, સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હોવા છતાં તેની સંગ્રહ ક્ષમતાનું ચાર ગણું પાણી સ્ટોર કરવાની સુવર્ણ તક ગુમાવવી પડી છે. આ વખતે ખૂબ સારો વરસાદ પડતાં નર્મદા ડેમની કુલ સ્ટોરેજ ક્ષમતા એટલે કે ૯,૪૦૦ મિલિયન કયુબિક મીટર્સ (MCM) સુધી ડેમ આ મહિનાના પ્રારંભે જ ભરાઈ ગયો હતો. ત્યારે આ સીઝનમાં પાણીની કુલ આવક ૪૦,૦૦૦ MCM થઈ હતી પરંતુ ૩૦,૦૦૦ MCM કરતાં પણ વધુ પાણી દરિયામાં વહી ગયું.

નિષ્ણાતોના મતે, વધુ સ્ટોરેજ કેપેસિટી અને યોગ્ય વ્યવસ્થા થકી પાણીનો આ પ્રકારે થયેલો બગાડ ઓછો કરી શકાયો હોત. મુખ્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારનો દાવો છે કે, સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ (SAUNI) યોજના, સુજલામ્ સુફલામ્ યોજના અને બીજા નાના-નાના પ્રોજેકટ મળીને કુલ ૩,૭૦૫ MCM પાણી સંગ્રહવાની ક્ષમતા છે. સરકારના મહત્વના સૂત્રએ કહ્યું, આ વર્ષે ચોમાસામાં ૩,૭૦૫ પ્ઘ્પ્ સ્ટોરેજ ક્ષમતાનો પૂરતો ઉપયોગ થયો નહોતો. હાલ સૌની (SAUNI) યોજના અને સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત મહત્ત્।મ ૧,૨૩૫ પ્ઘ્પ્ પાણીનો સંગ્રહ થઈ શકે છે.

એક અધિકારીએ કહ્યું, આ વખતે અત્યંત સારો વરસાદ પડ્યો છે ત્યારે હવે સમય પાકી ગયો છે કે રાજયમાં વોટર મેનેજમેન્ટ પોલીસીની સમીક્ષા કરવી જોઈએ. જો પાણીનો સંગ્રહ કરવાના પૂરતા વિકલ્પો હોય તો પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાયું હોત. નિષ્ણાતોનું માનવું છે કે, આ વર્ષનો વરસાદ સરકાર માટે આંખ ઉદ્યાડનારો રહ્યો હશે. છેલ્લા ૩૦ વર્ષથી માત્ર કાગળ પર રહેલી કલ્પસર યોજનાની કામગીરી આગળ વધે તે અંગે સરકારે વિચારવું જોઈએ. એક અધિકારીએ કહ્યું, ભવિષ્યના માગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને વ્યાપક વોટર મેનેજમેન્ટ પોલીસી તૈયાર કરવી જોઈએ.

વર્તમાન જળાશયોને મજબૂત કરવૉં હાલના ડેમ અને કેનાલોમાં ગાબડા પડવાની તેમજ જાળવણીનો અભાવ જેવી સમસ્યા છે. જેના કારણે ઘણા વર્ષોથી તેમની સ્ટોરેજ ક્ષમતા ઘટી છે. જો આ સમસ્યાનો ઉકેલ આવે તો પાણી સંગ્રહવાની ક્ષમતા વધુ સારી થઈ શકે છે.

નવી સંગ્રહ ક્ષમતા વિકસાવવીૅં ૨૦૧૭માં પીએમ મોદીએ ભાડભૂત બેરેજનો શિલાન્યાસ કર્યો હતો. તેમ છતાં આ પ્રોજેકટ હજુ શરૂ થયો નથી. જો આ પ્રોજેકટ પૂરો થઈ જાય તો નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાય છે.

કલ્પસરઃ ૩ દાયકા પહેલા કલ્પસર પ્રોજેકટની સંભાવનાઓ ચકાસવામાં આવી હતી. અને હજુ પણ સરકાર તેની સંભવિતતાની ખાતરી કરી શકી નથી. સીનિયર એન્જિનિયરોનું માનવું છે કે, જો કલ્પસર પ્રોજેકટ માત્ર કાગળ પર ના રહીને હકીકત બને તો મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ હેઠળ ખંભાતના અખાત બંને કિનારાઓને જોડતા ડેમનું નિર્માણ કરવાનું છે. જેથી નદીઓનું સ્વચ્છ પાણી અરબી સમુદ્રમાં વહી જતું બચાવી શકાય. નદી-જળાશયોનું આંતરિક જોડાણૅં  ઘણા સમયથી રાજયની નદીઓનું આંતરિક જોડાણ તેમજ મહારાષ્ટ્રની નદીઓ સાથે જોડાણ કરવાની વાતો ચાલી રહી છે પરંતુ આ કામ માટે ગંભીરતાથી પગલા લેવાયા નથી. નિષ્ણાતોનું માનવું છે તે રાજય સરકારે વહેલી તકે નદીઓને જોડવાનો પ્લાન તૈયાર કરવો જોઈએ. સૌની યોજના અને સુફલામ્ સુજલામ્ યોજના ડેમ ભરવા પૂરતી સીમિત છે. પરંતુ નદીઓનું આંતરિક જોડાણ કરવાથી વધારાનું પાણી ડાયવર્ટ કરીને બીજી નદીઓ અને જળાશયોમાં મોકલી શકાય છે.

(11:20 am IST)