Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિના ભાગરૂપે

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ર૧ લાખ લોકોનો તમામ નશાઓથી દુર રહેવા સંકલ્પ

તલાટીઓ દ્વારા લાખો લોકોને નીરોગી જીવન જીવવાના શપથ લેવડાવ્યા

રાજકોટ તા. ૩ :.. મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતીના ભાગરૂપે બાપુના આદર્શોને અનુસારીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તરના ર૧ લાખ લોકોએ તમામ પ્રકારના નશાઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો.

આ અશકય લાગતી પ્રવૃતિ અને વિશાળ જનભાગીદારી ગુજરાત રાજયના તલાટી કમમંત્રી મહામંડળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. તેઓએ ગુજરાતન છેવાડાઓની ગ્રામ પંચાયત સુધી પહોંચી ગ્રામજનોને એકત્રીત કરી અને નિરોગી તથા સ્વસ્થ જીવન જીવવાની શપથ લેવડાવી હતી.

આ બાબતે મહામંડળના મહામંત્રી શ્રી અજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે દેશની સૌથી મોટી સમસ્યા નશો છે. ભારત ઘણા મહાત્માઓનું જન્મ સ્થળ છે, જેમણે આપણને જીવનનો આધ્યાત્મિક માર્ગ બતાવ્યો છે. જો કે, દુખની વાત એ છે કે વિવિધ વ્યસનોના કારણે યુવાનોને ગેરમાર્ગે આવી રહ્ય છે અને તેમણે સાચો માર્ગ ગુમાવ્યો છે. અમે ખાતરી આપવા માંગીએ છીએ કે તેઓ આ શપથ લઇને, તેમના અંતરાત્માનો અવાજ સાંભળી અને વ્યસન મુકત બનશે.

નિરોગી પ્રતિજ્ઞા એ આવશ્યકપણે જનતાને પોતાના અને તેમના પરિવાર માટે નિરોગી રહેવા ઉપર ભાર આપે છે. પ્રતિજ્ઞા જણાવે છે કે નિરોગી રહેવું એ ફકત તેમનો અધિકાર નથી, પરંતુ તેમની જવાબદારી પણ છે. તે નાગરીકોને નિરોગીની જીવનશૈલી અપનાવવા અને તમામ પ્રકારના નશાઓથી દુર રહેવા માટે પ્રયત્નો કરવા પ્રોત્સાહીત કરે છે. પ્રતિજ્ઞા દ્વારા વ્યકિતની ભારતને 'સ્વસ્થ ભારત, સમૃધ્ધ ભારત' બનાવવાની શોધ પુરી થાય છે.

મહામંડળના પ્રમુખ શ્રી ભરત આહિર વધુમાં જણાવ્યું હતું કે 'મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતી એ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચવા માટેનો અમારા માટે આ યોગ્ય સમય હતો. આ કાર્યને ગુજરાતના તમામ તલાટીઓએ સ્વૈચ્છીક જવાબદારી તરીકે ઉપાડી લીધું અને તમામ ગ્રામજનોને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોને હાનિકારક બીડીઓ તથા દારૂના વ્યસનથી મુકત બનાવવાની ખાતરી આપી હતી.'

પ્રવૃતિની વધુ વિગતો આપતાં જનરલ સેક્રેટરી જામ અજયસિંહ જસવંતસિંહ કહે છે કે, 'ભારતને તંદુરસ્ત અને સુખી નાગરિકોની સખ્ત જરૂર છે. ભારત યુવાનોનો દેશ છે. અમે ગુજરાતના તમામ ૧૮૦૦૦ ગામો અને ૧૧૦૦૦ તલાટી મીત્રોને નિરોગી રહેવાની પ્રતિજ્ઞા લેવ વિનંતી કરી છે. ભારત દેશ સાંસ્કૃીતક રીતે વિશ્વના દેશો કરતા ઘણો જ આગળ છે. આ બાબત સ્વાસ્થ્ય અને વ્યસનમુકિતમાં ઉમેરો કરશે, તેથી અમે ખાતરીપૂર્વક વિશ્વને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઇ જઇ શકીશું.'

દેશના નાગરિકોને આરોગ્યમ પરમો ધર્મ ની ફિલોસોફી મુજબ નિરોગી રાખવાની વિનંતી સાથે નિરોગી એક એનજીઓ, દ્વારા  દેશના ખૂણે ખૂણા સુધી પહોંચી નિરોગી જીવનશૈલીને ફેલાવવા અથાગ પ્રયત્નો કરી રહી છે. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય દરેક વ્યકિતને યોજનાબધ્ધ રીતે સાથે મળીને મૂર્ત તથા પ્રાપતીશીલ બનીને નિરોગી રહેવાની તક મળે તે છે.

નિરોગી જીવન માટે દસ આદેશો

૧. તમે દરરોજ ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ લેશો., ર. તમે તંદુરસ્ત, આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ખોરાક નિયમિતપણે ખાશો., ૩. શરીરને તંદુરસ્ત રાખવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઇએ., ૪. મનને સ્વસ્થ રાખવા માટે તમારે રોજ યોગ કરવા જોઇએ., પ. તમારે તમામ પ્રકારનાં વ્યસનોથી દૂર રહેવું જોઇએ., ૬ તમે તમારા જીવનને નિયંત્રણમાં રાખવા માટે દરરોજ ધ્યાન કરો., ૭. આસપાસના વાતાવરણને ખુશનુમા રાખવા માટે તમે નિયમિત હસશો અને હસાવશો, ૮. તમે હાઇડ્રેટેડ અને શુધ્ધ રહેવા માટે પુષ્કળ પાણીનો વપરાશ કરશો., ૯ તમે બધી પરિસ્થિતિઓમાં શાંત રહેવાનો મહાવરો કરશો., ૧૦ તમે હંમેશાં, તમારી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખશો.

(11:20 am IST)