Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરે ભાંગરો વાટ્યો : પ્લાસ્ટિકની બદલે ગુજરાત મુક્ત ભારત કરી દીધું

ધારાસભ્યએ ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ'નો નારો લગાવી દીધો.

 

સંતરામપુર : પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી એક રેલી ચાલી રહી હતી.જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની જીભ લપસી અને પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયાની જગ્યાએ તેઓ ગુજરાત મુક્ત ઇન્ડિયા બોલી ગયાં હતા

 આજે ગાંધી જ્યંતિ હોવાથી ગાંધીજીને સુતરની આંટી પહેરાવ્યા બાદ નારેબાજી ચાલી રહી હતી. અને ધારાસભ્ય કુબેરભાઈ પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયા'ની જગ્યાએ 'ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ'નો નારો લગાવી દીધો.

(11:19 pm IST)