Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદના છારાનગરમાં બ્લોક લગાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી :પોલીસ જવાનનું મોત

મ્યુનિસિપલ કર્મચારીઓને બચાવવા ગયેલા કોન્સ્ટેબલને એક પરિવારે ઝપટમાં લઈ લીધો

અમદાવાદના છારાનગરમાં બ્લોક લગાવવા મુદ્દે પાડોસીઓ વચ્ચેની મારામારીની ઘટનામાં એક પોલીસ જવાનનું મોત નિપજ્યું છે .

   મળતી વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા છારાનગર વિસ્તારમાં બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી હતી, દરમ્યાન બ્લોક નાખવા મુદ્દે બે પાડોસીઓ વચ્ચે તકરાર થઇ હતી અને મામલો મારામારી પર પહોંચી ગયો. દરમ્યાન મ્યુનિસપલ કર્મચારીઓ પણ મારામારીનો ભોગ બન્યા. જેને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી .

   દરમ્યાન પાડોસીઓની બબાલ શાંત કરવા અને મ્યુનિસિપલ કર્મચારીઓને બચાવવા ગયેલા કોન્સ્ટેબલને એક પરિવારે ઝપટમાં લઈ લીધો અને તેના પર તીટી પડ્યા. દરમ્યાન કોન્સ્ટેબલને ખુબ ગરદાપાટુનો માર મારવામાં આવતા તેનું મોત નિપજ્યું છે.
  
મૃતક કોન્સ્ટેબલનું નામ બંકિમચંદ્ર ઈન્દ્રેકર હોવાનું સામે આવ્યું છે, જે શાહિબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ પર વિજય ઉર્ફે બિર્જુ ઉર્ફે પ્રહલાદ શેનુ, વિકિ ગારંગે, સત્યમ ગારંગે તથા રોકી ગારંગ અને તેમના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ વ્યાજનો ધંધો કરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની જડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(12:36 am IST)