Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આણંદ :બાગાયતમાં ડિપ્લોમાને અમાન્ય ઠેરવવાના નિર્ણયનો વિરોધ : કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ

 

વડોદરાની આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત ડી.એન.પીટેક્નિજ હોર્ટિકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. એગ્રીકલચર અને હોર્ટિકલ્ચર બંને અભ્યાસક્રમ એક સિક્કાની બે બાજુ અને સંકળાયેલા છે. કૃષિ યુનિવર્સિટી બાગાયતનો ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ ચલાવે છે

  રાજય સરકારે કૃષિ લગતી નોકરીઓમાં બાગાયતમાં ડિપ્લોમા ધારકને અમાન્ય ઠેરવવાનો નિર્ણય કર્યો છે. જેથી કોલેજના વિદ્યાર્થીઓએ પોસ્ટરો અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતર્યા હતા. 80થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં બાગાયતનો ત્રણ વર્ષનો ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યાં છે.

(10:59 pm IST)