Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મોડાસાની સર્વોદય કો,ઓ,બેંકમાં ખાતાના નાણાં ઉપાડવા ભીડ :ડીપોઝીટરોના ધામા

બેન્ક નબળી પડી હોવાની અફવા ફેલાતા ખાતેદારો દોડ્યા :63 કરોડનું ભંડોળ સલામત હોવાનો દાવો

 

અરવલ્લીના મોડાસાથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મોડાસાની સર્વોદય કો.. બેન્ક નબળી પડી હોવાની અફવા ફેલાતા ડિપોઝિટરોએ સર્વોદય બેન્કમાં ધામા નાંખ્યા છે. બેન્કમાં મુકેલી પોતાની ડિપોઝીટ અને ખાતાના નાણાં પરત લેવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે

   બીજી તરફ બેન્કમાં સરકારી અનામતો અને કુલ 63 કરોડનું ભંડોળ સલામત હોવાનો ચેરમેને દાવો કર્યો છે. રાજકીય અદાવતમાં કેટલાક વિઘ્ન સંતોષીઓએ અફવા ફેલાવી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હોવાનું બેન્ક વહીવટદારોએ કરી રહ્યાં છે.

(10:57 pm IST)