Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બાળકીઓ પર દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા અપાવવા સરકાર કટિબધ્ધ : ગૃહ રાજ્ય મંત્રી

દુષ્કર્મ કેસોની તપાસ કરવા સ્પેશ્યલ સરકારી વકીલ નિમાશે

 

અમદાવાદ :ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બાળકીઓમહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે સરકાર અત્યંત સંવેદશીલ છે. આવા માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

  મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણી છે, અને આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.

  તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે

(10:48 pm IST)