Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

નવરાત્રીમાં રાત્રિના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર અંગે ફરિયાદ છે?:ટેલિફોનિક જાણ કરવાની સુવિધા

જુનાગઢ :આગામી તા. ૧૦થી તા. ૧૮ સુધી નવરાત્રી મહોત્સવ ઉજવાશે નવરાત્રી મહોત્સવ દરમિયાન રાત્રીના બાર વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા અંગે આવતી ફરિયાદોના નિવારણ માટે જૂનાગઢ શહેરમાં પાંચ પોલીસ મથકોએ લોકો ફોન કરીને જાણ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જિલ્લા પોલીસ વડાની યાદીમાં જણાવાયું છે.

  જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ વાળાને જાણ કરી શકાશે. પોલીસ મથકના ફોન નંબર ૦૨૮૫-૨૬૫૫૭૭૮ તેમજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ. ઝેડ. પટેલ પોલીસ મથકના ફોન નંબર ૦૨૮૫-૨૬૫૩૩૨૨, સી ડિવિઝન પોલીસ મથક, ડી.કે વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફોન નંબર ૦૨૮૫-૨૬૭૩૫૪૪ તેમજ ભવનાથ પોલીસ સ્ટેશન,પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ મથક નાણાવટી ફોન નંબર ૦૨૮૫-૨૬૫૩૨૭૭,તાલુકા પોલીસ મથક પોલીસ સબ ઇન્સ્પેકટર ૦૨૮૫-૨૬૬૧૬૬૬ આ નંબર પર નવરાત્રી દરમિયાન રાત્રિના ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ રાખવા સંબંધી ફરિયાદોના નિવારણ માટે ઉપયોગ કરી શકાશે.

(10:20 pm IST)