Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

નવરાત્રિમાં પણ વરસાદની શકયતા :અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશન સર્કલ:વરસાદી સિસ્ટમ સક્રિય

 

અમદાવાદ:આગામી નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતા વ્યકત કરાઇ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશન સર્કલને કારણે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઇ છે. જેને લઇને સિસ્ટમ જો આગળ વધશે તો વરસાદ પડી શકે છે. જેને લઇને નવરાત્રિમાં જો વરસાદ પડે તો ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડી શકે છે. જો કે હજી સુધી આ મામલે હવામાન ખાતા તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરાઇ નથી.

(10:16 pm IST)