Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ધો 12ના વિદ્યાર્થિનીની છેડતી કરનાર વડોદરાના લંપટ શિક્ષકના જમીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરાતા:ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર તથા અશ્લીલ માંગણી કરી મોબાઇલ ફોન પર મેસેજ મોકલનાર શિક્ષકની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ૧૪ વર્ષની કિશોરી જયારે શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલી એક શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કૂલના સમય પછી અંગ્રેજી વિષય ભણાવવા આવતા શિક્ષક નિરજ સંજયભાઇ પટેલ (રહે. દિપીકા સોસાયટી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ મૂળ રહે. સાવલી) દ્વારા વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઇ શારીરિક છેડછાડ કરવામાં આવતીs હતી. એક દિવસ તો શિક્ષક નિરજ પટેલે વિદ્યાર્થિનીને કલાસ રૃમના બ્લેકબોર્ડ સાથે દબાવી દઇને તુ કેમ મારી સાથે બોલતી નથી? તેમજ સેકસ સંબંધોમાં કેમ આગળ વધવા માંગતી નથી તેવું જણાવીને બિભત્સ માંગણી કરી કરી. તેમજ વિદ્યાર્થિનીએ પ્રવાસ દરમિયાન પોતાની સાથે લીધેલો મોબાઇલ ફોન પર્વાસ પછી પોતાના મામાને આપી દીધો હતો. પરંતુ, શિક્ષકને તેની જાણ નહતી અને શિક્ષક તે મોબાઇલ પર ખરાબ મેસેજ મોકલતો હતો. જે મેસેજ  વિદ્યાર્થિનીના મામા વાંચી જતા તેમને શિક્ષકને મેથીપાક પણ ચખાડયો હતો.

વિદ્યાર્થિનીની છેડતીના ગુનામાં પકડયેલા શિક્ષકે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોરટમાં અરજી કરી હતી. સરકાર તરફે એવી રજૂઆત થઇ હતી કે, આરોપી શિક્ષક હોવા છતાંય વર્ષોથી ચાલી આવતા ગુરૃ-શિષ્યના સંબંધોને કલંક લગાડયું છે. આવી માનસિકતા ધરાવતા લોકો સ્ત્રી આબરૃને કલંકિત કરતા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા અટકે તે માટે આગોતરા  જામીન અરજી નામંજૂર કરવી જોઇએ. મુખ્ય જિલ્લા સરકારી વકીલ મનોજ દરજીની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

(6:48 pm IST)