Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વડોદરા:સીએનજીના ભાવમાં વધારો થતા લોકોને હાલાકી

વડોદરા:પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ થતા વધારાથી અને છેલ્લા છ મહિનામાં ભાવ ૧૮ ટકા સુધી વધતા લોકોની કમર તૂટી ગઇ છે. એમાંય હવે સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે, જ્યારે પાઇપલાઇનના ગેસમાં ભાવ વધારો માથે તોળાઇ રહ્યો છે.

અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ એમ ત્રણેય કંપનીએ સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ વડોદરામાં વીજીએલ (વડોદરા ગેસ લિ.) દ્વારા ગેસના ભાવમાં કિલોદીઠ રૃા.૩.૨૫ નો વધારો કર્યો છે. જેના કારણે આશરે ૩૦ હજાર વાહન ચાલકો કે જેઓ સીએનજીનો ઉપયોગ કરે છે, તેઓ પર ભાવ વધારાનો બોજો આવી પડયો છે. એપીએમ (એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ) થી કેન્દ્ર સરકાર દ્વારા દરેક કંપનીઓને અપાતા ગેસના પુરવઠાના ભાવમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતા ગેસના ભાવ વધારવાની ફરજ પડી છે.

(5:33 pm IST)