Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વડોદરાના અકોટા વિસ્તારમાંથી હાલોલ ગયેલ યુવકનું તળાવમાં ડૂબી જતા કમકમાટી ભર્યું મોત

વડોદરા:ના અકોટા વિસ્તારમાંથી હાલોલ ખાતે મામાના ઘેર ગયેલા બે ભાઇ-બહેન તળાવમાં નહાવા પડયા બાદ બંને તળાવમાં ડૂબી ગયા હતા જો કે લોકોએ બહેનને બચાવી લીધી હતી જ્યારે ભાઇનું ડૂબી જતા કરૃણ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતિ મુજબ અકોટા પોલીસ લાઇનની બાજુમાં નવી ચાલમાં રહેતા રયજીભાઇ ચીખલીયાની પત્ની તેના પુત્ર મનોજ અને પુત્રી રશ્મી સાથે હાલોલ ખાતે ભાઇના ઘેર આવ્યા હતાં. મામાના ઘેર આવેલા બંને ભાઇ-બહેન ઘરની નજીકના ફાટા તળાવમાં નહાવા પડયા હતાં. જો કે તળાવમાં પાણી વધારે હોવાથી બંને ભાઇ-બહેન ડુબવા લાગ્યા હતાં ત્યારે રાહદારીઓની નજર પડતા બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.

બંને ભાઇ-બહેનને બચાવવા કેટલાક લોકોએ તળાવમાં કુદકો મારી રશ્મીને બહાર કાઢી લીધી હતી પરંતુ મનોજ ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાથી તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી લાંબા સમય સુધી શોધખોળ બાદ આખરે મનોજનો મૃતદેહ મળ્યો હતો. બનાવ અંગે હાલોલ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:33 pm IST)