Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ડેસર તાલુકાના ઈંટવાડમાં લાંબા સમયથી ચાલતું રેતી ખનન ઝડપાયું

ડેસર: તાલુકાના ઇંટવાડ ગામે મહી નદીના કિનારે ખાનગી જમીનમાં ગેરકાયદે રેતી ખનન જિલ્લા ખાણખનીજ ખાતાએ ઝડપી પાડયુ ંછે. હીટાચી મશીન તેમજ લોડર મશીન સ્થળ પર છોડી  ચાલકો ઘટનાસ્થળ પરથી ફરાર થઇ જતા પોણા કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇંટવાડ ગામે મહીસાગર નદીના કિનારે આવેલી ખાનગી જમીનના માલિક દ્વારા ગેરકાયદે રેતી ખનન થાય છે તેવી બાતમીના આધારે ખાણખનીજ ખાતા દ્વારા આજે દરોડો પાડતા રેતીનું ખનન કરનારાઓ ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયા હતાં. ખાણખનીજ ખાતાએ બે હીટાચી મશીન તેમજ એક લોડર મશીન સહિત રૃા.૭૫ લાખની મશીનરી કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં લોડર મશીનના માલિક હિરાભાઇ સામંત (રહે.ભાવનગર) જાણવા મળ્યું હતું.

(5:33 pm IST)