Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સુરતના ડીડોલીમાં બળાત્કારનો ભોગ બનેલ બને યુવતી હેબતાઈ જતા સારવાર અર્થે રાખવામાં આવી

સુરત:ના ડીંડોલીમાં નરાધમ હવસખોરોનો ભોગ બનેલી બે સ્થળે ફુલ જેવી બે માસુમ બાળકીઓને થયેલી ઇજાની અનુક્રમે ચાર કલાક અને બે કલાકની સર્જરી થઇ હતી. જોકે, ગુપ્તાંગમાં થયેલી ગંભીર ઇજાને કારણે બંને બાળકી અત્યંત હેબતાઇ ગયેલી છે. જે પૈકી એક બાળકીને સંપુર્ણ સ્વસ્થ થતાં ૬ મહિનાનો સમય લાગશે.

પ્રાપ્ત વિગત મુજબ ડીંડોલીના નવાગામની ૫ વષીૅય બાળકી સાથે શનિવારના રોજ નરાધમ રોશન ઉફ કાળુએ દુષ્કર્મ કયુ હતુ. સ્મીમેરમાં દાખલ કરાયેલી આ બાળકીને સર્જરી, ગાયનેક, ઇએન્ડટી, ગાયનેક, માનસિક રોગ અને બાળરોગ વિભાગમાં સારવાર અપાઇ રહી છે. બાળકીના ગુપ્ત ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેની સર્જરી કરતા તબીબોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. બાળકીને મળમાર્ગે પણ ગંભીર ઇજા થઇ હતી. જેથી મળમાર્ગ કરવા માટે પેટમાં કાણું પાડીને નળી નાંખીને માર્ગ બહાર કઢાયો હતો. હેતબાઇ ગયેલા બાળકી બરાબર બોલી પણ શકતી નથી. તે માનસિક રીતે પણ પડી ભાંગી હોય તેમ હાલના તબક્કે જણાય છે. તેને સંપુર્ણ સ્વસ્થ થતાં હજુ ૬ મહિના લાગશે. જોકે, તે દરમિયાન હજુ તેના પર બીજી સર્જરી પણ કરવી પડશે.

(5:32 pm IST)