Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આણંદના બોરસદ નજીક સર્જાયેલ અકસ્માતમાં બસે બાઇકને હડફેટે લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

આણંદ: જિલ્લાના બોરસદ તાબે ધર્મજ રોડ પર એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ ઘટનમાં એક વિટકોસ બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર પર જતા બાઈકને અડફેટે લીંધું હતું. 
આ બાઈક પર જતા બે યુવાનો રોડ પર પટકાયા હતા.જેમાંથી એકનું સ્થળ પર જ્યારે બીજા યુવાનનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં વિટકોસ બસ ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

આ ઘટનામાં બોરસદ રૂરલ પોલીસના જણાવ્યા મુજબ ડભાસી ગામે રહેતા જશભાઈ નટુભાઈ ચૌહાણ તથા વિષ્નુભાઈ ચૌહાણ ગઈ સાંજના સુમારે બાઈક નં જીજે ૨૩ બી જે ૫૩૫૬ લઈ નિકળ્યા હતા.જેમાં ધર્મજ રોડ પર એક વિટકોસ બસ નં જીજે ૧૮ એએક્સ ૬૯૪૮ના ચાલકે બસ બેફીકરાઈ તથા ગફલતભરી રીતે પુરઝડપે હંકારી હતી. આ બસ ચાલક દ્વારા ઉક્ત બાઈકને ટક્કર મારતા બંન્ને યુવાનો રોડ પર ફંગોળાયા હતા.જેમાં જશભાઈ ચૌહાણને માથાનાભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું. 

(5:32 pm IST)