Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બોરસદના અલારસમાં યુવતીની ઘાતકી હત્યા કરી મોતનેઘાટ ઉતારનાર પ્રેમીની કિખલોડથી ધરપકડ

બોરસદ: તાલુકાના અલારસા ગામે ચીભડીયાપુરા સીમ વિસ્તારમાં ૧૨ દિવસ પહેલા થયેલી એક ત્યક્તાની કરપીણ હત્યા સંદર્ભે પોલીસે તેના પ્રેમીની કીંખલોડ રોડ ઉપર આવેલી હોટલ પાસેથી વોચ ગોઠવીને ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. પ્રાથમિક તપાસમાં યુવતીના અન્ય યુવકો સાથેના સંબંધોથી કંટાળી ગયેલા પ્રેમીએ તેણી ઉપર જાતિય અત્યાચાર ગુજારીને તેની ક્રૂર હત્યા કરી નાંખી હોવાનું ખુલવા પામ્યું છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના અલારસાના ચીભડીયાપુરા સીમ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નટુભાઈ સોલંકીની ૩૨ વર્ષીય પુત્રી સોનલ ઉર્ફે જુગલીને ગત ૨૦મી સપ્ટેમ્બરની રાત્રીના સમયે અજાણ્યા ઈસમો દ્વારા ઉઠાવી જઈ ઘરના પાછળ ત્રણ ખેતર દૂર લઈ જઈને લાકડાના દસ્તા વડે તેણીનીનું મોઢું છુંદી નાખીને નિર્મમ રીતે હત્યા કરી નાખી હતી અને તેણીના કપડાં પણ ફાડી નાંખી નગ્ન કરી દીધી હતી. બોરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ કરતા કેટલાક પુરાવાઓ ઘટનાસ્થળેથી હાથ લાગ્યા હતા તેમજ મરનાર યુવતી બે મોબાઈલ ફોન વાપરતી હતી. જેને લઈ પોલીસે બંને મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ કઢાવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તેમજ સ્થાનિક શકમંદોને પણ ઉઠાવીને ઉલટ તપાસ કરવામાં આવી હતી. 

(5:31 pm IST)