Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સેવાલિયા પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચેકપોસ્ટ પરથી 28 હજારના દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી

સેવાલિયા: પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર આવેલી સેવાલિયા ચેક પોસ્ટ પરથી રાત્રી સમયે કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ રૂ. ૨૮૬૦૦ તથા કન્ટેનર રૂ. પાંચ લાખનું મળી કુલ રૂ. ૫,૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
સેવાલિયા પોલીસ ગત રાત્રે સેવાલિયા ચેક પોસ્ટ ઉપર વાહનોનું ચેકીંગ કરતી હતી ત્યારે માહિતી મળેલ કે નમકીનના ઓથા હેઠળ કન્ટેનર નં. જીજે-૦૩-બીબી-૫૨૩૩માં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. જેથી પોલીસે ઉક્ત કન્ટેનર આવી પહોંચતા તેને ઊભુ રખાવી તેમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી કન્ટેનરની તલાશી લેતા વિદેશી દારૂના ક્વાર્ટરીયા નગં ૫૭૨ કિંમત રૂ. ૨૮૬૦૦નો મળી આવ્યો હતો. પોલીસે બંને ઈસમોની અટક કરી પૂછપરછ કરતા યુનુસભાઈ અલાદભાઈ કોરેજા (રે. પાલા, તા. ભેંસાણ, જિ. જુનાગઢ) તથા સુરેલીબેન લાલુભાઈ રૂમાલભાઈ ભાભોર (રે. મોટી ખરજ, દાહોદ) હોવાનું જણાવ્યું હતું. સેવાલિયા પોલીસે બંનેની અંગ જડતીમાંથી રૂ. ૩૦૦૦ રોકડા વિદેશી દારૂ રૂ. ૨૮૬૦૦ તથા કન્ટેનર રૂ. પાંચ લાખનું મળી કુલ રૂ. ૫,૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે સેવાલિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)