Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કપડવંજ-ડાકોર નજીક નશાની હાલતમાં કારના ડ્રાઈવરની ધરપકડ

કપડવંજ :કપડવંજ-ડાકોર રોડ પર પાંખીયા નજીક નશો કરેલ હાલતમાં કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે તોરણા પાટીયા નજીક ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વડોદરા હરણી રોડ ઉપર રહેતો માલવીક ચીનુભાઈ પટેલ રાત્રીના બે વાગ્યાના સુમારે કાર નં. જીજે ૦૬ એએચ ૫૯૩૨ હંકારી મોડાસા તરફથી કપડવંજ પાંખીયા તરફ આવી રહ્યો હતો ત્યારે રાહદારી તેમજ વાહન ચાલકોના જાનમાલને નુકસાન થાય તે રીતે રોડ ઉપર હંકારીને પસાર થયો હોઈ કપડવંજ રૂરલ પોલીસે કારને ઊભી રખાવી તેની અટક કરી હતી. આ કાર ચાલક નશો કરેલ હાલતમાં જણાઈ આવ્યો હતો. જેથી કપડવંજ રૂરલ પોલીસે માલવીક પટેલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 
બીજા બનાવમાં ં કપડવંજ તાલુકાના ભૂતીયાના કૃપાજીના મુવાડામાં રહેતો સંજયકુમાર ઉર્ફે કાળો ઝાલા ગત તા. ૩૦-૯-૧૮ના રોજ ડમ્ફર ટ્રક નં. જીજે ૦૭ વાયઝેડ ૪૫૦૩ હંકારી કપડવંજ-કઠલાલ રોડ પરથી પસાર થતો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૭ સીસી ૭૪૨૭ ડમ્ફરની પાછળ ડ્રાઈવર સાઈડે ધડાકાભેર અથડાતા બાઈકનો ભુક્કો બોલાઈ જતા બાઈક ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે સંજયકુમાર ઉર્ફે કાળો અર્જુનસિંહ ઝાલાની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:31 pm IST)