Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ખેડા પોલીસે કપડવંજમાંથી 39 જુગારીઓને લાખોના મુદામાલ સાથે ઝડપ્યા

 ખેડા: પોલીસે કપડવંજના હાર્દસમા મહંમદઅલી ચોક વિસ્તારમાં તેમજ નડિયાદ તાલુકાના અંધેજ સીમમાં ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડી હાઈપ્રોફાઈલ જુગાર રમતા ૩૯ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 
એલસીબી ખેડા પોલીસ કપડવંજ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે કપડવંજ મહંમદઅલી ચોક જુમ્મા મસ્જિદ પાસે રફીકભાઈ સિદ્દીકભાઈ ભઠિયારાના રહેણાંક મકાનના ઉપરના માળે જુગાર રમાય છે. જેથી એલસીબી પોલીસે રેઈડ કરતાં રફીક ઉર્ફે મેકો સિદ્દીકભાઈ ભઠિયારા, રફીક યાસીનમીયાં મલેક, મોહસીન કાસમમીયાં ભઠિયારા, મહંમદહનીફ ઉર્ફે શાયર અહેમદ ભઠિયારા, રૂહુલ અમીન યુસુફ શેખ, મોઈન ઉર્ફે મીથુન સલીમભાઈ શેખ, ફિરોજ કાલુમીયાં મલેક, રજ્જાક એહમદભાઈ ભઠિયારા, આશીકઅલી ઉર્ફે કાલી ઐયુબઅલી સૈયદ, ઈસ્માઈલભાઈ કાલુભાઈ શેખ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગ જડતીમાંથી કૂા. ૩૪૬૧૦ રોકડા, દાવ ઉપરથી રૂ. ૫૮૬૦, મોબાઈલ નં ૮ રૂ. ૧૭૫૦૦ તથા મોટરસાયકલ નં ૩ રૂ. એક લાખ મળી કુલ રૂ. ૧,૫૭,૯૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:31 pm IST)