Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદમાં રેશનિંગના કોન્ટ્રાકટરોને આવાગમનનો પ્રશ્ન ઉકેલાયો :હેરફેરની અપાઈ પરવાનગી

અમદાવાદમા પોલિસ કમિશ્નરએ પુરવઠો પુરા પાડતા રેશનીંગ ના કોન્ટારકટરના વાહનોને શહેરમા આવાગમનની  પરવાનગી અપાતા રેશનીંગના કોન્ટ્રાક્ટરોનો પ્રશ્ન ઉકેલાયો છે

શહેર પોલિસ કમિશ્નરએ પરવાનો પહેલા રિન્યુ ના કરતા અને મોડી રાતથી વહેલી સવાર સુધી મા જ વાહનો ચલાવવાનુ કહેતા વિવિધ પોલિસ સ્ટેશનોની હદ મા રોકવામા આવતા હતા પુરવઠા વિભાગ ના વાહનો અને કરાતો હતો દંડ તેમજ હેરાનગતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અનેગોદામમાંથી પુરવઠો ઉપાડવાનું બંધ કર્યું હતું 

અમદાવાદના પુરવઠા વિભાગ તેમજ સી ટી ગોદામથી અધિકારીઓએ આ અંગેની પરવાનગી આપવા શહેર પોલિસ કમિશ્નરને લેખિત રજુઆતો કરતા મામલો ઉકેલાયો છે

(2:43 pm IST)