Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદમાં ગાંધી આશ્રમ સામે 200 પરિવારોના આમરણાંત ઉપવાસ શરુ

ટ્રસ્ટ દ્વારા ભાડુઆત તરીકે અપાયેલ મકાનોની માલિકી હક્ક,સમારકામ અને રોજગારીની મુખ્ય માંગણી

અમદાવાદ: મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઇ છે ત્યારે અમદાવાદમા ગાંધી આશ્રમની સામે 200 પરિવારોના હક માટે આમરણ ઉપવાસ શરૂ કર્યા છે

 

  આશ્રમની સામે રહેતા પરિવારોને સમાજની મુખ્યધારાથી અલગ હોય એવુ લાગે છે જે પરિવારોને ગાંધીજી એ વસાવ્યા હતા એ પરિવારની આજે 3, 4 પેઢી આશ્રમની સામે ધરણા પર બેઠ્યા છે.

   સ્થાનિક રહીશ શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અહીના સ્થાનિકોની મુખ્ય 3 માંગણીઓ છે. જેમાં પ્રથમ માગણી ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલા તેમને ભાડુઆત તરીકે અપાયેલા મકાનોની માલિકીનો હક માંગી રહ્યા છે. સાથે જે તેમનો એ પણ આક્ષેપ છે કે ટ્રસ્ટ પાસે લાખો કરોડોની સંખ્યામા ભંડોળ આવે છે પણ આજે પણપતરાઓ ના ઘરમા તેમને રહેવુ પડે છે.

  આ ઉપરાંત કોઇ જ પ્રકારનો સમારકામ ટ્રસ્ટ દ્વારા કરાવવામા આવતું નથી. આશ્રમ વાસીઓને આશ્રમના કામમાંથી મળતી રોજગારીથી પણ વંચિત રાખવામાં આવે છે. તો બીજી તરફ ટ્રસ્ટમાં પણ સ્થાનિકો આશ્રમ વાસીઓનો કોઇ સમાવેશ નથી. સરકાર હોય તે ટ્રસ્ટ તેમની સાથે ઓરમાયું વર્ત કરે છે.

 
(12:23 pm IST)