Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કોંગ્રેસનો ધનસંગ્રહ : પ્રદેશ પ્રમુખનો પગાર સવા લાખ : પણ જીવ ૫૦૦નો

બૂટ પોલિશવાળાનો ૧૦૦નો ફાળો, તોય શરમમાં ના મુકાયા !: અમિત ચાવડા મહત્તમ ૧ હજારની કૂપન ના લે તો કાર્યકરો - લોકો કઇ રીતે પ્રેરાય?

અમદાવાદ તા. ૩ : ગુજરાત કોંગ્રેસે બીજી ઓકટોબરના ગાંધી જયંતીથી જનસંપર્કની સાથે ધનસંગ્રહ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસ અત્યારે કડકી થઈ ગઈ છે એટલે આગામી લોકસભા  ચૂંટણીમાં પક્ષને આર્થિક રીતે બેઠું કરવા વધુમાં વધુ ફંડની જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ પહેલાં દિવસે જ ખુદ પ્રદેશ કોંગ્રેસના સુકાની અમિત ચાવડાની કંજુસાઈ સામે આવી છે, હમણાં જ ધારાસભ્ય તરીકે તેમનો પગાર ૮૬ હજારથી વધીને ૧.૧૬ લાખ થઈ ગયો છે તેમ છતાં તેમણે પાર્ટી ફંડમાં માત્ર ૫૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો. જેની સામે રોજ મજૂરી કરી રોજ ખાનારા એવા બુટ પોલિશ કરનારા ભાઈએ ૧૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો તો લારી વાળા ફેરિયાએ પણ ૧૦૦ રૂપિયાનું ફંડ આપ્યું હતું. આ સ્થિતિ જોઈ હાજર કોંગ્રેસના આગેવાનો શરમમાં મુકાઈ ગયા હતા પણ પ્રમુખ શરમમાં મુકાયા ન હતા. આગેવાનોમાં એવો ગણગણાટ હતો કે, પ્રદેશના સુકાની ચાવડાએ તો મહત્ત્।મ જે એક હજારની કૂપન બનાવવામાં આવી છે તે ફાળો આપીને લેવી જોઈતી હતી.

કોંગ્રેસે જનસંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે જઈ બે  પાનાંની પત્રિકાનું વિતરણ શરૂ કર્યું છે. બે પાનાંની પત્રિકામાં ભાજપ  સરકાર ચોકીદાર છે કે ભાગીદાર? તેવા શીર્ષક સાથે મોંઘવારી,  રાફેલ, માલ્યા સહિતના છ મુદ્દા ટાંકી ભાજપની નિષ્ફળતા બતાવવા  પ્રયાસ કર્યો છે.(૨૧.૬)

(11:47 am IST)