Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સુરતના અઠવા વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ

આરોપી હનીફે સગીરાના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી

 

સુરતના અઠવા વિસ્તારમાં 12 વર્ષની કિશોરી પર મોહમદ્દ ઇસામ હનીફ શેખ નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે  સગીર વયની કિશોરીને લલચાવી-ફોસલાવી તેના પર દુષ્કર્મની ઘટના બની છે. આરોપી હનીફે કિશોરીને પરિવારજનોને મારી નાખશે તેવી ધમકી આપીને કિશોરીને અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો

   હવસખોરે હેવાનિયતને હદ વટાવીને કિશોરીના પેટ પર બચકા ભર્યા હતા. સમગ્ર મામલાની જાણ પરિવારને થતા પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે કિશોરીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાની સાથે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા બે દિવસ દરમ્યાન દુષ્કર્મની ત્રીજી ઘટના બની છે.

(11:52 pm IST)