Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ :ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની બેઠક યોજાઈ

જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં યોગ્ય નહિ કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઇ  હતી જેમાં ચાલુ વર્ષે નહીંવત વરસાદ થવાથી સંપૂર્ણ જિલ્લાને તાત્કાલિક ધોરણે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

   બનાસકાંઠા જિલ્લામાં કુલ 136 ગૌશાળા પાંજરાપોળો છે. જેમાં હાલમાં 65 હજાર કરતા પશુધન છે. આ બેઠકમાં નિર્ણય કરાયો કે સરકારમાં અછત બાબતે રજુઆત કરવામાં આવશે અને જો સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો આગામી સમયમાં જરુર જણાશે તો ઉગ્ર આંદોલનનો માર્ગ પણ અપનાવાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

(8:35 pm IST)