Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ડાંગના આહવામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ :કેટલાય છાપરા ઉડ્યા

વિદાય લેતી વેળાએ આહવામાં અનરાધાર વરસાદથી રસ્તામાં પાણીની રેલમછેલ

રાજયમાં લગભગ વરસાદની વિદાય લઇ વેળાએ ડાંગના આહવામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયાના સમાચાર છે. જોરદાર પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે કેટલાક છાપરા પણ ઊડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીથી તરબતર થવા સાથે ઠેરઠેર પાણી પણ ભરાઇ ગયા હતાં.

  ગરમીથી છૂટકારો મળતા લોકો આનંદમાં આવી ગયા હતા. ખેડૂતોમાં વરસાદને કારણે વિશેષ આનંદ જણાતો હતો.

(8:06 pm IST)