Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પ્રેમ પ્રકરણના કારણે બોટાદના પોલીસ કોન્‍સ્‍ટેબલ ઉમેશ ખોડેની અમદાવાદમાં ૩ શખ્‍સો દ્વારા હત્યા

અમદાવાદઃ બોટાદના 27 વર્ષના પોલીસ કોનસ્ટેબલ ઉમેશ ખોડેની ત્રણ શખસો શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે ત્રણ શખસોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ એક લવ ટ્રાયએંગ્લ છે. આરોપી સિદ્ધાંર્થ ભદોરિયા અને સગીર ચંદ્રકાંત કેચીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સિદ્ધાંર્થે પોલીસ કોનસ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, કોનસ્ટેબલે તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઉમેશનું અફેર બાપુનગરમાં રહેતી એક છોકરી સાથે હતું.

પરંતુ, રવિવારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સિદ્ધાર્થ સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. પોલીસ ફરિયાદને આધારે રવિવારે રાત્રે ખોડે તેના ભાઇ સાથે પોતાના ઘર વસ્ત્રાલના સુમિન પાર્કથી નીકળ્યો હતો. એવામાં તેને શારદાબેન હોસ્પિટલથી ફોન આવ્યો હતો કે, તેનો ભાઇને ગંભીર માર મારવામાં આવ્યો છે અને સ્થિતિ ગંભીર છે. ઘનશ્યામે ઉમેશ પર સિદ્ઘાર્થને લઇને આરોપ લગાવ્યો. કહ્યું હતું કે, ઉમેશને ઈન્ડસ્ટ્રિઅલ એસ્ટેટના સોનારિયા બ્લોકમાં બોલાવ્યો છે. સિદ્ધાર્થે ઉમેશને પોતાના છોકરી સાથેના ફોટા બતાવ્યા હતા અને છોકરીથી દૂર રહેવા કહ્યું હતું.

જેના પરિણામે બંને વચ્ચે બબાલ થતા સિદ્ધાંતે પોતાના પાસે રહેલી છરી ઉમેશને મારી દીધી હતી. ઉમેશ ઈજાગ્રસ્ત હોવા છતા સિદ્ધાંર્થના સાથી મિત્રો સાથે લડતો રહ્યો. ઝોન 4ના ડે. પોલીસ કમિશનરે હિમકરસિંહે કહ્યું કે, ત્રણેય આરોપીઓ ફરાર થયા બાદ ઉમેશને શારદાબેન હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો હતો. ઉમેશ ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે સિદ્ધાર્થ બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. પોલીસે ટીમ બનાવીને સિદ્ધાંર્થ સહિત ચંદ્રકાંતની ધરપકડ કરી હતી. સિદ્ઘાંર્થે કહ્યું હતું કે અમે ત્રણેય સારા મિત્રો હતા

(5:17 pm IST)