Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વડોદરા:ચૂંટણી સંબંધિત કાર્યક્રમમાં ભાગ ન લેવા બદલ 34 શિક્ષકોને ફટકારાઈ નોટિસ

આટલી મોટી સંખ્યામાં નોટિસ પાઠવવામાં આવતા શિક્ષણ જગતમાં સોંપો પડ્યો

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષિકાને બીએલઓની કામગીરી સોંપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કામગીરી હોવાથી તેમાં જે શિક્ષકો હાજર થયા ન હતા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. જોકે તેમા 8 એવા શિક્ષકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે, જેઓ હાલ બીએલઓની કામગીરી કરી રહ્યા છે. તેને લઈ ચૂંટણી શાખા પર અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના કુલ જેમને બીએલઓની કામગીરી સોપાઈ છે, તેમા 5 આચાર્યો તથા 36 જેટલા શિક્ષકોને સમાવેશ થાય છે, જે પૈકી 34ને નોટિસો આપવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં નોટિસ પાઠવવામાં આવતા શિક્ષણ જગતમાં સોંપો પડ્યો છે. અહીં મોટા ભાગના તમામ શિક્ષકો શહેર-વાડી વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

આવનારી ચૂંટણીઓ અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં શહેરની વિવિધ સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને નવા મતદાર નોંધણી અને સુધારણા કાર્યક્રમમાં જોડ્યા છે. જે અંતર્ગત જેવો આ ફરજ પર ગયા નથી તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી. તેમાં 8 શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરી કરી રહ્યા છે, તેમ છતાં તેમને ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી શાખા દ્વારા કોઇ પણ ક્રોસ વેરીફીકેશન કર્યા વગર જ આડેધડ ઓર્ડર કરાઇ રહ્યા છે. જેમાં 6 જેટલા ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પણ બીએલઓની કામગીરીમાં હાજર થતાં તેમને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હાલ 34 લોકો ને નોટિસો મળતા શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે.

(12:58 am IST)