Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પ્રેમલગ્ન કરવા યુગલને ભારે પડયા : યુવતીનાં માતા-પિતાએ દીકરી-જમાઈની કોલેજમાં જઈને ધોલાઈ કરી

ઇજાગ્રસ્ત પ્રેમી દંપતીએ એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સુરક્ષાની માંગ કરી : પોલીસે વધુ તપાસ શરૂ કરી

સુરત તા.03 : પરિવારની પરવાનગી વગર પ્રેમલગ્ન કરવા એક પ્રેમી પંખીડાને ભારે પડ્યા હતા. જેમાં પરીક્ષા આપવા આવેલ પુત્રી અને જમાઈને યુવતીનાં માતા-પિતાએ મેથી પાક ચખાડ્યો હતો. જેને લઈ ઇજાગ્રસ્ત પ્રેમી દંપતીએ એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સુરક્ષાની માંગ કરી છે. જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, જીનલ ચાવડાને તેના સગા માતા-પિતાએ માર માર્યો છે. જેમાં પુત્રીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પુત્રી-જમાઈ પર હુમલો કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના દેવજી ચાવડા ખેતીવાડી કરે છે. દેવજીએ વર્ષ 2021માં ઠક્કરનગરમાં રહેતી અને NHLમેડિકલ કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતી જીનલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં જીનલના માતા ગોમતીબેન અને પિતા બીજલભાઈ લગ્ન મંજૂર ન હતા. જેને લઈ જીનલ સાસરે ધ્રાંગધ્રાથી અમદાવાદ VS હોસ્પિટલ આવેલ NHL કોલેજમાં ફાઇનલ પરીક્ષા આપવામાં આવી હતી. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ જીનલના માતા-પિતાએ જીનલ અને દેવજી પર કોલેજ પરિસરમાં જ હુમલો કર્યો હતો.

ઇજાગ્રસ્ત યુવતી જીનલ પરીક્ષામાં બેઠી હતી. જ્યારે દેવજી હોસ્પિટલની બહાર બેઠો હતો. ત્યારે સોમવારના બપોરે દોઢક વાગ્યે જીનલે દેવજી ફોન કરીને કહ્યું કે મારા માતા-પિતા કોલેજમાં આવીને મારી સાથે ઝઘડો કરે છે..જેથી દેવજી તરત જ કોલેજ પહોંચી જોયું તો જીનલના માતા-પિતા જીનલને મારતા હતા..જેથી જીનલને છોડાવવા દેવજી વચ્ચે પડતા તેમણે દેવજીને મોઢા-ખભા પર દંડો ફટકાર્યો હતો..જોકે જીનલ કહેવું છે કે હું પ્રેગ્નન્ટ હોવાથી મારી માતા ગોમતીબેન ગર્ભપાત કરવાની ગોળી ખાવા દબાણ કરી પેટ પર લાત માર મારતા હોવાનો આક્ષેપ કર્યો છે.જેની બાદ જીનલના માતા-પિતાએ જમાઈ દેવજી ઢોર માર માર્યો હતો. તેમજ ફરિયાદમાં જણાવ્યા મુજબ જીનલની માતા ગોમતીબેન દેવજીને ધમકી આપી હતી કે તે મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યા છે.હું તમને બંને જાનથી મારી નાખીશ..જોકે આ અંગે દેવજીએ એલિજબ્રિજ પોલીસમાં સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

(11:59 pm IST)