Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણમાં ઝંપલાવશે ! : ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે

મુમતાઝ પટેલે ચૂંટણી પહેલા રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપી દીધા : કહ્યું - તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ

ભરૂચ તા.03 : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય થઈ શકે છે. તેને લઈ તેમણે સંકેત પણ આપી દીધા છે. ભરૂચના એક કાર્યક્રમમાં ઉપસ્થિત એક કાર્યક્રમમાં તેમણે રાજકારણમાં પ્રવેશને લઈ સંકેત આપ્યા છે. કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે તક મળશે તો જરૂરથી રાજકારણમાં પ્રવેશ કરીશું.

મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. પરંતુ હા...કોંગ્રેસમાંથી જ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

કોંગ્રેસના રાજકીય સલાહકાર રહી ચૂકેલા સ્વ. અહેમદ પટેલની રાજકીય કારકિર્દી અદ્ભુત હતી. પરંતુ તેમણે પોતાના બાળકોને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા હતા. સ્વ. અહેમદ પટેલને સંતોનોમાં એક પુત્ર અને પુત્રી છે, પુત્રનું નામ ફૈઝલ પટેલ છે, જે એક બિઝનેસમેન છે જ્યારે પુત્રી મુમતાઝ પટેલ લગ્ન બાદ ઘરેલું જીવન જીવી રહી છે. મુમતાઝ પટેલે બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. ઈરફાન સિદ્દીકી વકીલ છે. મુમતાઝના સસરા એ એ સિદ્દીકી પંજાબની ડીજીપી રહી ચૂક્યા છે.

(11:58 pm IST)