Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાંધણ છઠના તહેવારે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ સવારની ના કરતા શિક્ષકોમાં નારાજગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે રાંધણ છઠ અને શીતળા સાતમ નો મોટો તહેવાર છે ત્યારે રાંધણછઠ ના રોજ રસોઈ બનાવવા માટે સવારની સ્કૂલ રાખવા બાબતે શિક્ષક સંઘએ શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી પરંતુ અધિકારી એ આ બાબત માન્ય ન રાખતા શિક્ષિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

શીતળા સાતમ, રાંધણ છઠના તહેવાર નિમિતે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ દર વર્ષે સવારની રાખવામાં આવે છે અને સ્થાનિક રજા પણ જાહેર કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વાર સવારની સ્કૂલો કરવાની માંગણી કરવા છતાં જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની પ્રાથમિક શાળાઓ સવારની ના કરતા શિક્ષકો નારાજ થયા છે
શિક્ષકોનાં જણાવ્યા મુજબ રાંધણછઠ ના દિવસે અમે અવનવી વાનગી બનાવતા હોય એ દિવસ સવારની સ્કૂલ હોય તો બપોર પછી અમે રસોઈ બનાવી શકીએ
જોકે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું જે વાર્ષિક રજાનું આયોજન શિક્ષક સંઘના સભ્યોની હાજરીમાં નક્કી કરાય છે.છતાં તેઓ આવા દિવસોમાં સવારની સ્કૂલોનું કહેતા નથી અને હવે વિરોધ કરે છે.તેમાંય મંજૂરી માંગતા પહેલ શિક્ષકો સવારની સ્કૂલોના લેટર ફરતા કરી દીધા અને પછી મંજૂરી માંગે એ કેમ ચલાવી લેવાય.? જોકે એક અધિકારી તરીકે તેઓ સાચા છે, પરંતુ ઉચ્ચ અધિકારી ના ઉપરવટ જઈને સંઘ દ્વારા કરવામાં આવેલ સવારની સ્કૂલ નો નિર્ણય ને લઈ ને વિવાદ સર્જાયો છે.

(10:33 pm IST)