Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રૂંઢ ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત થયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રૂંઢ ગામના યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે
મળતી વિગતો અનુસાર સવિલાલ બુધિયાભાઇ વસાવા (ઉ.વ .૨૬)( રહે.રૂંઢ )નાઓએ પોતાના ઘરે અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે તેના પિતા બુધિયાભાઇ જેઠાભાઇ વસાવા ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:31 pm IST)