Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં પતિ સાથે સંબંધ રાખનાર પ્રેમિકા પર પત્નીનો ચપ્પુથી જીવલેણ હુમલો

અમદાવાદ: ઇસનપુરમાં પતિ-પત્ની ઓર વો ફિલ્મ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્નીએ પતિની પ્રેમિકાને તંં કેમ મારા પતિ સાથે સબંધ રાખે છે તેમ કહીને છરીથી હુમલો કર્યો હતો. એટલું જ નહી પ્રેમીએ પણ પ્રેમિકાને માર મારીને પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને તારા પુત્રને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં યુવકે લગ્નની લાલચ આપીને ત્યક્તા મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસની વિગત એવી છે કે  ઇસનપુર વિસ્તારમાં રહેતી૩૭ વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને પ્રેમીના પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નાંેધાવી છ ેકે ફરિયાદી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી તે સમયે યુવક સાથે મિત્રતા થઇ હતી બાદમાં મહિલાને પતિ સાથે છૂટાછેડા થતાં બન્ને સાથે ફરીથી  પ્રેમ સબંધ થયો હતો. યુવેક પણ પોતાની પત્નીને છૂટાછેડા આપીને ફરિયાદી મહિલાને લગ્નની લાલચ આપી હતી અને અવાર નવાર મહિલા સાથે શારિરીક સબંધ બાધ્યો હતો.

ગઇકાલે બપોરે યુવક અને તેની માતા ફરિયાદી મહિલાને મળવા આવી હતી બાદમાં પ્રેમી અને તેની પત્ની સહિત ચાર વ્યકિત મળવા માટે આવ્યા હતા અને પ્રેમીએ પત્નીએ ફરિયાદી મહિલા સાથે તકરાર કરીને  તું મારા પતિ સાથે કેમ સબંધ રાખે છે, તેમ કહીને ગાળો બોલીને છરીથી હુમલો કર્યો હતો. એટલું જ નહી  પ્રેમીએ તથા અન્ય સાથીદારોએ   પ્રેમિકાને માર માર્યો હતો  અને પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને તારા પુત્રને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:55 pm IST)