Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વડોદરાના આનંદનપુરા વિસ્તારમાં વ્યાજખોરીના ગુનાહમાં પિતા-પુત્ર સહીત પાંચ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા : કોઠી આનંદપુરા વિસ્તારમાં ઓમ એન્ટરપ્રાઇઝ તેમજ એચ.યુ.એફ ફાઇનાન્સ ના નામે નાણા ધીરવાનો ધંધો કરતા પિતા-પુત્ર દ્વારા વડોદરાના એક બિઝનેસમેનને  દોઢ ટકા વ્યાજે પૈસા આપ્યા બાદ ૧૫ ટકાથી પણ વધુ વ્યાજની વસૂલી કરી વધુ રકમ માટે રિવોલ્વોર બતાવીને ઉઘરાણી કરતા બિઝનેસમેને ક્રાઇમ બ્રાન્ચમાં પિતા-પુત્ર અને તેના પાંચ માણસો મળીને ૬ જણ સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ આરોપીઓને ૧૭ દિવસથી પોલીસ પકડી શકી નથી દરમિયાન છ પૈકી પાંચ આરોપીઓએ મુકેલી આગોતરા જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી દીધી છે. ગોત્રી વિસ્તારમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને મકરપુરા જીઆઇડીસીમાં ફ્રોઝન ફૂડનું યુનિટ ધરાવતા શિરીષભાઇ મોહિતેએ પ્રણવ રક્ષેશ ત્રિવેદી,રક્ષેશ રજનીકાંત ત્રિવેદી (બન્ને રહે. અતુલ પાર્ક સોસાયટી, અનાવિલ ભવન પાસે, કારેલીબાગ) તેમજ ગૌરાંગ મહેન્દ્રભાઇ મિસ્ત્રી (રહે.વસુધા પાર્ક સોસાયટી, કાપડીપોળ, રાવપુરા),રાહુલ બાલમુકુંદ શાહ (રહે.ગ્રીનવુડ એપાર્ટમેન્ટ, સમા સાવલી રોડ), ભરત દિલીપકુમાર વ્યાસ (રહે.સૂર્યનગર સોસાયટી, વાઘોડિયારોડ) અને વિજય કહાર સામે ફરિયાદ નોંધાવી હતી કે પ્રણવ અને રક્ષેસ પાસેથી વર્ષ ૨૦૧૬માં રૃ.૩૨.૪૯ લાખ દોઢ ટકા વ્યાજે લીધા હતા.પરંતુ આ પિતા પુત્ર અને તેના સાગરીતોએ બે વર્ષ દરમિયાન મારી પાસે રૃ.૬૮.૧૩લાખ ઉઘરાવી લીધા હતા તેમ છતાં તેઓ મારી પાસે ઉઘરાણી કરી બાઉન્સર દ્વારા ધાક-ધમકી આપતા હતા. મારા સહિત કુલ આઠ લોકોને આ પિતા પુત્રએ રૃ.૧.૮૩ કરોડની રકમ ધીરી હતી.જેની સામે અત્યારસુધીમાં રૃ.૪.૨૯ કરોડ જેટલા વસૂલી લીધા છે અને હજી જંગી રકમ બાકી બતાવી ધાકધમકી આપી રહ્યા છે.

(7:54 pm IST)