Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર કોમ પ્લોટની દીવાલ બાબતે થયેલ તકરારમાં રહીશના ઘરે જઈ અન્ય સભ્યોએ હુમલો કરતા પોલીસે ફરિયાદ

વડોદરા: સોસાયટીની કોમન પ્લોટ દીવાલ બાબતે થયેલી તકરાર અંગે એક રહીશના ઘરે  જઇને અન્ય સભ્યોએ હુમલો કરી તોડફોડ કરી હતી.જે અંગે બાપોદ  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયાર નગર પાસે નિલકંઠ વિલામાં રહેતા નયનાબેન દશરથસિંહ સોલંકીએ બાપોદ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ગત તા.૨૨ મી મે ના રોજ અમારી સોસાયટીના ગાર્ડનમાં ચાલવા માટે સાંજે પોણા સાત વાગ્યે ગઇ હતી.ત્યાંથી પરત આવતા સમયે મારા ઘર પાસેથી  જતા પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ પરમાર તથા  રણજીત અંબાલાલ પરમાર જોરજોરથી વાતો કરતા હતા કે,નયનાબેન મગજ વગરના છે.અને  ગાર્ડન  પોતાનો સમજે છે.આરોપીઓએ પાઇપ અને લાકડી વડે અમારા સ્ટીલના દરવાજાને ધક્કા મારી સ્ટોપર તોડી નાંખી હતી.અમારા ઘરમાં ઘુસીને તેઓ મારામારી કરવા લાગ્યા હતા.તેના કારણે હું અને મારા પતિ સોસાયટીના ગેટ પાસે આવી ગયા હતા.અને ૧૦૦ નંબર પર  કોલ કર્યો હતો.પોલીસ આવતા અમે બાપોદ  પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તા.૨૮ મી એ આરોપીઓએ ફરીથી મારા ઘર પાસે આવીને ઝઘડો કરી ગાલો બોલ્યા હતા.હુમલાખોરોએ મને લાકડીથી માર મારી મારા મોપેડને નુકસાન પહોંચાડયું હતું.આ મારામારીમાં મારા હાથની સોનાની બંગડી તૂટી ગઇ હતી.મારા પતિના  કપડા ફાટી ગયા હતા.અમે ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઇ હતી.

(7:54 pm IST)