Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સુરત:પ્રેમિકાએ અન્ય યુવાન સાથે સગપણ નક્કી કરી લેતા પ્રેમીએ પેટમાં ચપ્પુથી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલત ગંભીર

    સુરત : પ્રેમિકાનું અન્ય યુવાન સાથે લગભગ નક્કી થઈ ગયું હતું. જેથી આજે સવારે ઉધના મગદલ્લા ખાતે રહેતી પ્રેમિકાના ઘરની સામે પ્રેમીએ જાતે પેટમાં ચપ્પુ હુલાવી દેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતો ૨૬ રાકેશ ડુબેએ આજે સવારે ઉધના મગદલ્લા રોડ પર જાતે પેટમાં ચપ્પુ મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેને સારવાર માટે તરત નવી સિવિલમાં તાત્કાલિક વિભાગમાં ખસેડાયો હતો. રાકેશના પરિચિતે કહ્યુ કે પાંચ વર્ષ પહેલા ઉધના મગદલ્લા રોડ એમ્બ્રોઇડરી ખાતા  યુવતી કરતી હતી. તે સમયે ત્યાંથી અવાર નવાર પસાર થતા રાકેશની યુવતી સાથે આંખ મળી ગઇ હતી. બાદમાં બંને જણા એક બીજાના પરિવારની જાણ બહાર મળતા હતા. જોકે બંનેના પરિવારને તેમના પ્રેમ અંગે ખબર પડી ગઇ હતી. જેથી બંનેના પરિવારજનોને તેમના પ્રેમ લગ્ન કરાવવાની ઇચ્છા ન હતી. આવા સંજોગોમાં તેની પ્રેમિકાના પરિવારજનોની સંમંતિથી પ્રેમિકાના અન્ય યુવાન સાથે વાત ચાલતી હતી. જોકે તે યુવાન સાથે તેનું લગભગ નક્કી થઇ ગયુ હતુ.  આ અંગે પ્રેમી રાકેશને જાણ થતા બે-ત્રણ દિવસ પહેલા જાતે હાથ નર્સ કાપી હતી. બાદમાં આ અંગેનો વિડીયો બનાવીને તેણે પ્રેમિકાને મોકલ્યો હતો. ત્યારબાદ આજે સવારે રાકેશે પ્રેમિકાના ઘર પાસે જાતે પેટમાં ચપ્પુ હુલાવી દીધું હોવાનું સુત્રો કહ્યુ હતુ. જયારે રાકેશ કંપનીમાં નોકરી કરે છે. આ અંગે ખટોદારા પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:53 pm IST)