Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

આણંદ જિલ્લાના વાસદ નજીક બ્રિજ નીચેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લના વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીના બ્રીજ નીચેથી આજે સવારના સુમારે એક મહિલાનો મૃતદેહ મળી આવતા વાસદ પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના બ્રીજ પાસે આજે સવારના સુમારે એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતો લોકનજરે ચઢ્યો હતો. જેને લઈ બ્રીજ પરથી પસાર થતા લોકો કૂતુહલવશ એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન સ્થાનિકોએ આ અંગે વાસદ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી અજાણી માહિલાના મૃતદેહને પાણીમાંથી  બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હાલ તો પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ નોંધી મહિલાના વાલી-વારસો અંગે સઘન શોધખોળ આરંભી છે.

(7:51 pm IST)