Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઠાસરામાં જૂની પાણીની ટાંકી તોડવાની કામગીરીમાં પાણીની પાઈપલાઈન તોડી નાખતા ગામના લોકોને પીવાના પાણી માટે હાલાકી

ઠાસરા : ઠાસરા નગરમાં જુની પાણીની ટાંકી તોડવાની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા પીવાના પાણીની પાઈપ લાઈન તોડી નખાઈ હતી. આ ઘટનાને બે મહિનાથી વધારે સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા ભંગાણવાળી પીવાના પાણીની લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવતું નથી. તૂટેલી પાઈપલાઈનથી લીકેજ થતાં પાણીના ખાબોચિયા ભરાતા સમગ્ર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

ઠાસરા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓની વચ્ચે સરકીટ હાઉસ પાસે આવેલ ઠાસરા નગરપાલિકાની જુની ટાંકી તોડી નાખ્યાને બેથી ત્રણ મહિનાથી વધુ સમય થયો છતાં જુની જર્જરીત થયેલી ટાંકીને તોડતા જેસીબી મશીનથી ટાંકી તોડતા તોડતા નવી ટાંકીમાં આવેલ પાણી પુરવઠાની લાઈનો જેસીબી મશીનના ઓપરેટરથી અજાણતાથી લાઈન તુટી જવા પામી હતી. તે દિવસથી હજારો, લાખો લીટર પીવાનું પાણી વ્યર્થ ગટરમાં જાય છે અને નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં પાણીનો વ્યય નવી ટાંકી પાસેની પાઈપલાઈનમાંથી થાય છે. એટલે નગરના ઘણા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈનો હોવા છતાં પ્રવાહનો ફોર્સ ના જવાથી પાણી જઈ શકતું નથી. એટલે જે તે વોર્ડમાં પાણીની બુમો પડતા ટેન્ડરની વ્યવસ્થા નગરપાલિકાના સત્તાવાળા કરે છે તેમાંય સમયસર ટેન્ડર જે તે વિસ્તારમાં જતી ના હોય પીવાના પાણીના પોકારો ભર ચોમાસામાં પણ થઈ રહ્યાનું જાણવા મળે છે.

 

(7:51 pm IST)