Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાત રાજયના ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂપીયા છ કરોડ ફાળવતી રાજય સ૨કા૨

અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એક અખબારી યાદીમા જણાવે છે કે ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૂપિયા ૬ કરોડ જેટલી માતબર રકમની સહાયની જાહેરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલસાહેબની (ભાજપ) સ૨કારે વિધાનસભા ગૃહમા કરેલ. તે અન્વયે આજરોજ કેબીનેટ મંત્રી મહેસુલ અને કાયદામંત્રી) માનનીય શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીસાહેબે રૂપિયા ૬ કરોડ નો ચેક ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારો ચેરમેન શ્રી અનિરૂધ્ધસિંહ એચ.ઝાલા, વાઇસ-ચેરમેન શ્રી રમેશચંદ્ર એન. પટેલ, ચેરમેનશ્રી, એકઝીક્યુટીવ કમિટી શ્રી સી.કે.પટેલ અને પુર્વ-ચેરમેનશ્રી કિશોરકુમાર આર.ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાઓને આજરોજ એનાયત કરેલ છે.
રાજય સરકાર સમક્ષ સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના કન્વીનરશ્રી તથા પુર્વ ચેરમેન શ્રી જે.જે.પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રજૂઆત કરેલ.
તદ્ઉપરાંત, આ અગાઉ ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંતી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબે રૂપિયા બે કરોડ બાવીસ લાખની સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઇ-લાઇબ્રેરી મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાયની રકમ આપેલ તેમજ માનનીય પુર્વ મુખ્યમંતી શ્રી વિજયભાઇ રૂપાણીસાહેબની ભાજપ સરકારે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગુજરાત રાજયના વકીલોને કલ્યાણ અર્થે રૂપિયા પાંચ કરોડ જેટલી માતબર સહાયની રકમ આપેલ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ગુજરાતના મુખ્યમંતી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા-મહેસુલ મંતી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ભાજપ પ્રદેશ કન્વીનર લીગલ સેલ તથા પુર્વ-ચેરમેન શ્રી જે.જે.પટેલનો આભાર માને છે.

(6:13 pm IST)