Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના 7 યુવકોએ IELTS સર્ટીફીકેટમાં છેડા કરતા જેલમાં જવાનો વારો આવ્‍યો

તમામ યુવાનો મહેસાણા અને દિલ્‍હીના એજન્‍ટ મારફતે અમેરિકા અને કેનેડા પહોંચી ગયા હતા

મહેસાણાઃ ગુજરાતના 7 યુવાનોએ યુ.એસ. ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એન્‍ફોર્સમેન્‍ટે IELTS જે વિદેશ જવા માટેની પરીક્ષાના બેન્‍ડમાં છેડછાડ કરતા વિદેશની ધરતી પર પકડી પાડયા છે. તમામને અંગ્રેજી ન આવડતુ હોવા છતાં 7 થી 8 બેન્‍ડના સર્ટીફીકેટ મળ્‍યા છે, જેની તપાસ થતા બોગસ હોવાનું સાબિત થતા આ 7 યુવાનોને જેલની હવા ખાવાની નોબત આવી છે.

ગુજરાતમાં વિદેશ જવાનુ ઘેલુ વધી રહ્યું છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જવા તેઓ ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યાં છે. પોતાના વતનમાં સુખી સંપન્ન ગુજરાતીઓ હવે અમેરિકામાં ઘૂસવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યાં છે. વિદેશ જવા માટે જરૂરી એવી IELTS ની પરીક્ષામાં હવે કૌભાંડો થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા પકડાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું. ત્યારે હવે બોગસ IELTS સર્ટિફિકેટથી અમેરિકા જતાં વધુ 7 યુવાનો પકડાયા છે. આ યુવકો પણ એ જ રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરતા પકડાયા છે.

બોગસ IELTS સર્ટિફિકેટથી કેનેડાથી અમેરિકા જતાં 7 યુવાનો પકડાયા છે. આ તમામ યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. ક્યુબીક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતાં યુવકો પકડાઈ ગયા હતા. તમામ યુવાનો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે યુવાનોને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરી છે. આ યુવાનો પાસેથી IELTS ના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે. તમામ યુવાનો મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. તમામને અંગ્રેજી ન આવડતું હોવા છતાં 7 થી 8 બેન્ડના સર્ટિફિકેટ મળ્યા છે. ત્યારે યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને મોટાપાયે કૌભાંડ થઈ રહ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે.

કોણે આચર્યુ કૌભાંડ

વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. તાજેતરમાં ચાર વિદ્યાર્થીઓના IELTS બેન્ડમાં છેડછાડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે.

IELTS પરીક્ષા શું છે?

    વિદેશ જવા માટે IELTS પરીક્ષા આપવી જરૂરી

    IELTS એક ઈગ્લિંશ લેંગ્વેજ પરીક્ષા છે

    IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ

    વ્યક્તિની અંગ્રેજી ભાષા જાણવાની સૌથી પ્રમાણભૂત પરીક્ષા

    પરીક્ષામાં 1થી લઈ 9 સુધીનો સ્કોર આપવામાં આવે છે

    યૂએસ, યૂકે,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જવા પરીક્ષા જરૂરી

    ઈગ્લિંશ બોલવાની,વાંચવાની, લખવાની અને સાંભળવા સ્કિલ ચકાસાઈ છે

    વિદેશ જતાં વિદ્યાર્થીએ પરીક્ષા આપવી ફરજિયાત

    કેનેડા,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા માટે પણ પરીક્ષા જરૂરી

(4:41 pm IST)