Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નવી યુથ પોલીસી તૈયાર કરવા માંગ

રાજકોઠ,તા. ૩ : રાજ્‍ય સરકાર દ્વારા સત્‍વરે નવી યુથ પોલીસી તૈયાર કરી તેનો ઝડપથી અમલ કરવામાં આવે, આ માટે જનતા પાસેથી સુચનો મંગાવવામાં આવે, ઉતમ સુચનો કરનાર તમામને રોકડ પુરસ્‍કાર, સર્ટી. આપવા, બેસ્‍ટ-૫, સુચનો કરનારનું ખાસ સન્‍માન કરી વિશેષ રોકડ પુરસ્‍કાર આપવા, યુવક સેવા વિભાગ, દર વર્ષે ઉંમરને ધ્‍યાને લીધા વગર માત્ર પ્રવૃતિ જોઇને ભૂતકાળ, વર્તમાન સમયમાં યુવા પ્રવૃતિ, રાષ્‍ટ્રીય એકતા, સાયકલીંગ, વરસાદી પાણી માટે જન જાગૃતિનું કાર્ય કરનાર, સાંપ્રદાયીક સદભાવના, વિગેરે ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર ૩૫ ભાઇઓને રૂા. ૨ લાખ અથવા વધુનો રોકડ પુરસ્‍કાર, એવોર્ડ આપવાની નવી યોજના તૈયાર કરી સત્‍વરે અમલમાં મુકે, યુથ બોર્ડમાં ઉંમરને ધ્‍યાને લીધા વગર, તટસ્‍થ, સેવાભાવી, માનવતાવાદી ભાઇઓને સભ્‍યપદે નિમવામાં આવે, યુવક સેવા વિભાગ, દર વર્ષે નવી નવી યોજના તૈયાર કરી જુદા-જુદા ક્ષેત્રે નિઃસ્‍વાર્થ ભાવે કાર્ય કરનાર ભાઇઓને અરજી વગર, સામે ચાલીને આકર્ષક એવોર્ડ પુરસ્‍કાર આપવાની શરૂઆત કરે, તે માટે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીને સાગર વિકાસ ટ્રસ્‍ટે પત્ર લખી સુચનો કર્યા છે.

(4:25 pm IST)